અરેઠ કરંજ ટોલ નાકા પર સ્થાનિક વાહનચાલકો
અને ટોલ સંચાલન વચ્ચે ફરી એકવાર વિવાદ ઉભો થયો .
અરેઠ તાલુકાના કરંજના સ્થાનિકોના જણાવ્યા મુજબ ટોલ નાકા દ્વારા નજીકના વિસ્તારના વાહનો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે સ્થાનિકોએ ટોલ તંત્રના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે અને 5 કિલોમીટરની અંદર રહેતા વાહનચાલકોને ટોલ મુક્તિ આપવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે રોજિંદા અવરજવર માટે ટોલ ચૂકવવો અન્યાયી છે. જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ 12 જૂન 2026ના રોજ સવારે 9:30 વાગ્યે કરંજ ટોલ નાકા ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે. હવે ટોલ તંત્ર અને સંબંધિત અધિકારીઓ આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેલી છે.
