તાપી જિલ્લા કલેકટર આવેદનપત્ર અપાયું
ઓબીસી સમાજને 27 ટકા આરક્ષણ મળે તે માટે આવેદનપત્ર અપાયું
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની અગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકો ફાળવણી તા. ૨૯/૦૯/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
વ્યારા નગરપાલિકા સીટોની ફાળવણીમાં ઓબીસી સમાજને 27% આરક્ષણ મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળેલ નથી. કુલ 28 સીટો પૈકી સાત સીટો ઓબીસીના ફાળે હોવી જોઈએ, જે પૈકી પાંચ જ સીટોની ફાળવણી કરવામાં આવેલ છે જેની આજરોજ ઓબીસી સમાજ તાપી જિલ્લા વતી તાપી જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, ધારાસભ્ય વ્યારા, ચીફ ઓફિસર વ્યારા ને ઓબીસી સમાજ તાપી જિલ્લા દ્વારા આવેદનપત્ર આપી 27% આરક્ષણ મળે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમા તાપી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ કમલે
