સુરતમાં પાર્ક વ્હાઈટ કલરની મોપેડમાંથી રોકડની ચોરી
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
ભોગ બનનારે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
સુરતના અઠવા પોલીસ મથકની હદમાં આવેલ કબ્રસ્તાન નજીક પાર્ક એક વ્હાઈટ કલરની મોપેડમાંથી ટાબરીયાઓ ડીકીમાંથી રોકડની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે જેને લઈ હાલ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
સુરતમાં ચોરીની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં ટેણીયાઓની ટોળકી દ્વારા કરાયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અઠવા પોલીસ મથકની હદમાં ચોક બજાર કમાલ ગલી પાસે આવેલ કબ્રસ્તાન નજીક પાર્ક એક વ્હાઈટ કલરની મોપેડમાંથી ટેણી સીટ ખોલી રોકડ ભરેલી થેલીની ચોરી કરી જતો રહ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો આ ટેણીયાઓની ટોળકીને કોઈ અન્ય ઈસમ ઓપરેટ કરે છે કે આ મોડસ ઓપરેન્ડી છે તે અંગે તપાસ કરાય તો કાંઈ મોટુ સામે આવે તેમ છે. હાલ તો લાખોની ચોરી મામલે ભોગ બનનારે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.