સુરતના 11માંથી 7ના ડીએનએ મેચ થયા
રાંદેરના ડોકટર દંપતિના મૃતદેહ સુરત લવાયા,
જહાંગીરપુરામાં અંતિમ સંસ્કાર કરાયા
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્નિ ડોક્ટર અમિતા શાહના મૃતદેહ સુરત આવી પહ્યા છે. બન્નેના ડી.એન.એ. ટેસ્ટ થયા બાદ તેમના પરિવારજનોને શબ અપાયા હતાં. જે સુરત આવી પહોંચ્યા છે.
સુરત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતી ડોક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની અમિતાબેન શાહના મૃતદેહ સુરત લવાયા હતાં. બન્ને ના ડીએનએ રિપોર્ટ મેચ થયા બાદ પતિ પત્નીના મૃtદેહ સુરત લવાયા છે. રાંદેર તારવાડી વિસ્તારમાં આવેલા સુજાતા બંગ્લોઝમાં નિવાસ્થાને મૃદદેહ લવાતા જ ડોક્ટર દંપતીના સ્નેહીજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. ડોક્ટર હિતેશ શાહ લંડનમાં રહેતી તેમની બેનના ઘરે જતા હતા અને તે જ પ્લેન ક્રેશન થયો હતો. સુરતની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હિતેશ શાહ સેવા આપતા હતાં. સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલ સુગમ સોસાયટીમાં સ્મિત હોસ્પિટલ પણ ચલાવતા હતાં. ડોક્ટર દંપતીનું અકાળે મૃત્યુ થઈ જતા સુરતના ડોક્ટર જગતમાં શોક જોવા મળ્યો હતો. હાલ તો મોટી સંખ્યામાં સુરતના ડોક્ટરો અને સંબંધીઓ પહોંચ્યા ડોક્ટર દંપતિના ઘરે પહોંચ્યા છે.