મોબાઇલની દુકાનમાં અડધી રાતે ધડાકા
શોર્ટસર્કિટને કારણે ગણતરીની મિનિટોમાં જ દુકાન બળીને ખાક
મોબાઈલની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી
સુરતમાં ઉનાળા બાદ હવે ચોમાસાની શરૂઆતમાં પણ આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતમાં આગના બનાવો યથાવત હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની હતી. રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં પાંડેસરા વિસ્તારમાં આવેલી શક્તિ મોબાઈલ નામની દુકાનમાં શોર્ટ સર્કીટના કારણે ધડાકા સાથે આગ લાગી હતી જેને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો સ્થાનિકોએ ત્રણ વાગ્યે દુકાનદારને કોલ કરતા તે સ્થળે દોડી ગયો હતો અને જણાવ્યુ હતું કે આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે બધુ બળીને ખાખ થઈ ગયુ છે. તો બનાવની જાણ થતા ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. દુકાનમાં હિટાચી એટીએમ મશીન પણ બળીને ખાઈ થઈ ગયુ હતુ જેમાં રોકડ 40 થી 50 હજાર બળી ગયા છે. દુકાનદારે જણાવ્યુ હતું કે આગમાં સાત થી આઠ લાખ રૂપિયાનું નુકશાન થયુ છે.