સુરતમાં લોકોના આરોગ્યની ચિંતાને લઇ આરોગ્ય સમિતિના
ચેરમેન અધિકારીઓ પર લાલઘૂમ થયા.
આરોગ્ય સમિતિના ચેરમેન નેન્સી શાહે અધિકારીઓને ખખડાવ્યા.
સુરત મનપાના આરોગ્ય સમિતિના અધ્યક્ષએ આરોગ્ય અધિકારીને ખાદ્ય પદાર્થોના નમુના ને લઈ તતડાવી નાંખ્યા હતાં.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ દ્વારા આરોગ્ય અધિકારીઓને તતડાવ્યા હતા. અને આરોગ્ય વિભાગને કડક સૂચના આપી હતી કે બે દિવસમાં રિપોર્ટ આવવાના હોય તો જ ખાદ્યપદાર્થોના નમૂના લો, ખોટા ધતિંગ નકરો. આરોગ્ય સમિતિની મળેલી બેઠકમાં અધિકારીને કડક સૂચના અપાઈ હતી. અને કહ્યુ હતુ કે દેખાડા પૂર્તિ કામગીરી બંધ કરો. તહેવારના છેલ્લા સમયે સેમ્પલ લઈ માત્ર દેખાડો ન કરો. મીઠાઈ ખવાઈ ગયા પછી રિપોર્ટ આવતો હોય તેનોશું મતલબ. કામગીરી કરવી હોય તો 10 થી 15 દિવસ પહેલા કરો અને બે થી ત્રણ દિવસમાં રિપોર્ટ મળે તેવું કરો. લોકોના આરોગ્યની ચિંતાને લઈ આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારીઓ પર લાલઘૂમ થયા હતાં.
