સુરત : નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાનું નામ રિપીટ
સુરતમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઢોલ-નગારાના તાલે કરી ઉજવણી
હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઢોલ-તાશાના તાલે સમર્થકો ઝૂમી ઊઠ્યા
સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને ફરી ગુજરાત સરકારમાં રિપિટ કરાતા તેમના સમર્થકો દ્વારા સુરતમાં ફટાકડા ફોડી મીઠાઈઓની વહેંચણી કરી ઉજવણી કરાઈ હતી.
ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. આ વિસ્તરણમાં સુરતના ધારાસભ્ય અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સુરતના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે. સંગઠન તરફથી ફોન આવતાની સાથે જ સુરતમાં હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સુરતમાં સમર્થકોએ ફટાકડા ફોડી એકબાજીને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
