ધારીના ચલાલા શહેરમાં pgvcl ટીમ દ્વારા ડિજિટલ મીટર લગાડવાની કામગીરી
ધારાસભ્ય જે.વી.કાકડીયાના નિવાસ સ્થાનેથી શરુ કરાય કામગીરી
ડિજીટલ મીટર અંગે pgvcl ના અધિકારીઓ દ્વારા માહિતી આપી.
ધારીના ચલાલા શહેરમાં ધારાસભ્ય જે.વી.કાકડીયાના નિવાસ સ્થાનેથી pgvcl ટીમ દ્વારા ડિજિટલ મીટર લગાડવાની કામગીરીની શરૂઆત કરી ડિજીટલ મીટર અંગે pgvcl ના અધિકારીઓ દ્વારા માહિતી આપી..
અમરેલી જિલ્લા pgvcl ના કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ pgvcl ના ડેપ્યુટી ઇજનેર સહિત ટીમ દ્વારા ચલાલા શહેરમાં ધારાસભ્ય જે.વી.કાકડીયાના નિવાસસ્થાનેથી ડિજિટલ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ત્યારે સૌપ્રથમ વાર ધારાસભ્ય જે.વી. કાકડીયાના ઘરે ડિજિટલ મીટર લગાડયા બાદ ચલાલા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડિજિટલ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
ડિજિટલ મીટર લગાડતા હવે નવી ટેકનોલોજી મુજબ વિદ્યુત વપરાશનો ગ્રાહકોને પણ ખ્યાલ આવશે ડિજિટલ મીટર અંગેની pgvcl ના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ચલાલા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ મીટર દરેક ગ્રાહકના ઘર સુધી પહોંચાડવામાં આવશે ..