સુરતના ઉન ભીંડી બજારમાં આગનો બનાવ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉન ભીંડી બજારમાં આગનો બનાવ
ગરીબ નવાઝ નગરના પતરાના શેડમાં ભીષણ આગ
આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

સુરતના ઉન ભીંડી બજારમાં આવેલ ગરીબ નવાઝ નગરમાં પતરાના શેડમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના ઉન ભીંડી બજારમાં આગની ઘટના બની હતી. ગરીબ નવાઝ નગરમાં પતરાના સેડમાં બનાવાયેલા ચિન્દી અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો હજી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *