વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર
તાલુકાના 8 ગામોના લોકોએ સરપંચ અને પંચાયત સભ્યોની ચૂંટણીનો બહિષ્કાર કર્યો
એક પણ ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભર્યું નથી.
વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયતની ચૂંટણીમાં આજે નોંધપાત્ર ઘટના બની છે. આઠ ગામોના લોકોએ સરપંચ અને પંચાયત સભ્યોની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. એક પણ ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભર્યું નથી.
વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયતની ચૂંટણીમાં આજે આઠ ગામોના લોકોએ સરપંચ અને પંચાયત સભ્યોની ચૂંટણીનો બહિષ્કાર કરતા મામલતદાર શૈલેષસિંહ બારીયાને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ નિર્ણય ભોળા બાપજીના મંદિરે યોજાયેલી ગ્રામસભામાં લેવામાં આવ્યો હતો. મણીપુરા ગામના આગેવાનો ડાહ્યા પટેલ અને મુલચંદ પટેલના જણાવ્યા અનુસાર, સરકારે 15 જાન્યુઆરી 2025ના રોજ પાલિકાની સીમા વધારવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
જાહેરનામા હેઠળ જૂથ પંચાયતના આઠ ગામોના સર્વે નંબરો, ગોચર જમીન અને તળાવોની જમીન પાલિકામાં સમાવેશ કરી લેવામાં આવી છે. આના કારણે ગોવિંદપુરા જૂથ પંચાયત પાસે વહીવટ માટે પૂરતી જગ્યા રહી નથી. ગ્રામજનોની માગણી છે કે તળાવો, ગોચર જમીન અને ટ્યુબવેલ સહિતની જમીન પંચાયતને પરત કરવામાં આવે. આ માગણીઓના સમર્થનમાં તમામ આઠ ગામોના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી