ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલની સંયુક્ત પત્રકાર પરિષદ કરી.

Featured Video Play Icon
Spread the love

 

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલની સંયુક્ત પત્રકાર પરિષદ કરી.
કેન્દ્ર સરકારમાં 11 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં ઉજવણી કરવાનું આયોજન

કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારને ૧૧ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને ભાજપ અધ્યક્ષ પાટીલએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારની સિદ્ધીઓને વર્ણવી હતી.

ગુજરાતમાં ભાજપના હેડ ક્વાર્ટર પર આયોજિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને ભાજપ અધ્યક્ષ પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરંસમાં નડ્ડાએ મોદી સરકારની 11 વર્ષની સિદ્ધીઓ ગણાવી હતી. સાથે તેના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજકીય સંસ્કૃતિને બદલીને એક નવા યુગની શરૂઆત કરી છે. મોદી સરકારે માત્ર ગરીબી હટાવોનો નારો નથી આપ્યો તેને ખરેખર હટાવીને દેખાડયું છે. આ નવા રાજકીય યુગમાં તૃષ્ટિકરણનું સ્થાન જવાબદારી, પારદર્શિતા અને વિકાસે લીધુ છે. વર્તમાન સરકાર મજબૂત નિર્ણયો લેનારી અને આર્થિક અનુશાસન લાવનારી સરકાર છે. 11 વર્ષ પહેલા દેશ તૃષ્ટિકરણનું રાજકારણ જોઇ રહ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વએ તેમાં ફેરફાર કર્યા અને રિપોર્ટ કાર્ડનું રાજકારણ શરૂ કર્યું. મોદી સરકારે ન્યૂ નોર્મલ અને ન્યૂ વ્યવસ્થા સ્થાપિત કર્યું છે. આ એક એવી સરકાર છે કે જે ભવિષ્યને જોઇને ચાલે છે. અગાઉની સરકારો ભ્રષ્ટાચારમાં ડુબેલી રહી અને તૃષ્ટિકરણમાં વિશ્વાસ રાખતી હતી. મોદી સરકારની અન્ય સિદ્ધીઓનું વર્ણન કરતા કહ્યું હતું કે સીએએ, નોટબંધી, મહિલા અનામત, બજેટ સુરક્ષા જેવા નિર્ણય લીધા,

ભાજપ અધ્યક્ષે દાવો કર્યો હતો કે આજે ભારતનો આમ નાગરિક માનવા લાગ્યો છે કે મોદી હૈ તો મુમકિન હૈ, સરકારની ત્રણ મુખ્ય સિદ્ધીઓ વિકાસ, આવિષ્કાર અને ઇનોવેશન પર ભાર મુકતા નડ્ડાએ કહ્યું હતું કે વર્તમાન સરકારની નીતિઓમાં પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર જોવા મળે છે. આ સરકારે સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સિદ્ધાંતને અપનાવ્યો છે. કેન્દ્ર સરકાર ઐતિહાસિક નિર્ણયો જેમ કે આર્ટિકલ 370, ટ્રિપલ તલાકને યાદ કર્યા હતા, દેશ માની ચુક્યો હતો કે આર્ટિકલ 370 હટાવવી શક્ય નથી પરંતુ મોદી સરકારે તે કરી બતાવ્યું, લોકસભામાં ટર્નઆઉટ 58.46 ટકા રહ્યું, જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પણ ટર્નઆઉટ 63 ટકા રહ્યું. આ બદલાવ મોદી સરકારના મજબૂત નિર્ણયોને કારણે જોવા મળ્યો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *