તમને પણ બ્રશ કરીને તરત ચા પીવાની ટેવ હોય તો ચેતજો! થઈ શકે છે આ સમસ્યા
મોટાભાગના દરેક ભારતીયો સવારની શરુઆત એક કપ ચા થી કરે છે. જેમાં ગ્રીન ટી, બ્લેક ટી અથવા તો મિલ્ક ટી જેવી વિવિધ ચા પીતા હોય છે, જેમ કે આ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પણા મગજમાં એવો ખ્યાલ હોય છે કે, દાંત સાફ કર્યા પછી તરત જ ચા પીવી સારી છે કે નહીં . લોકો ઘણીવાર દાંત સાફ કર્યા પછી થોડીવાર રહીને ચા પીતા હોય છે, પરંતુ શું આ તેમના દાંત માટે યોગ્ય છે? તો તમને જણાવી દઈએ કે, બ્રશ કર્યા પછી તરત ચા પીવાથી તમારા દાંત માટે હાનિકારક થઈ શકે છે. આ આદત ધીરે ધીરે દાંતોને ખરાબ કરી શકે છે, કદાચ તમને તેનો અંદાજ પણ નહી હોય. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે, ચા તો સવારમાં આપણને તાજગી આપે છે, તો પછી તે નુકસાન કેવી રીતે કરી શકે ? હા, બિલકુલ, ચાના ફાયદા તો છે, પરંતુ બ્રશ કર્યા પછી તરત ચા પીવો છો તો તેની અસર ખરાબ પડી શકે છે.
અમેરિકાની નેશનલ ઈન્સ્ટીપ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, દાંત પર વારંવાર એસિડનો સંપર્ક થવાથી દાંતને કમજોર બનાવે છે. બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી આ પ્રક્રિયા ઝડપી બની શકે છે.
દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે
NIH ના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રશ કર્યા પછી દાંત થોડા સેંસેટિવ થઈ જાય છે. એવામાં ચામાં રહેલા ટેનીન દાંતની સપાટી પર ચોંટી જાય છે, જેથી દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે. ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ પણ હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે. જો કે, બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી ફ્લોરાઇડનું સ્તર ઝડપથી દૂર થઈ શકે છે.
ત્યારે ટૂથપેસ્ટ અથવા બ્રશથી દાંતની સપાટી નરમ પડે છે
ચા થોડી એસિડિક હોય છે. જ્યારે તમે બ્રશ કરો છો, ત્યારે ટૂથપેસ્ટ અથવા બ્રશથી દાંતની સપાટી નરમ પડે છે. જો ચા અથવા અન્ય કોઈ પીણું તરત જ પીવામાં આવે છે, તો એસિડ દાંતના દંતવલ્કને વધુ નરમ બનાવી દે છે, જેથી દાંત પર ડાઘ પડે છે અને દાંતના ચમકદાર પડને ધીરે ધીરે નુકસાન થવા લાગે છે.
બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી 30-60 મિનિટ રાહ જુઓ
સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી 30-60 મિનિટ રાહ જોવી જોઈએ. આ સમય દરમિયાન, પાણી પીવું, કોગળા કરવા, અથવા જો શક્ય હોય તો કેલ્શિયમયુક્ત ખોરાક (દૂધ, દહીં, વગેરે) જેવી કેટલીક હળવી વસ્તુઓનું સેવન કરો જે પીએચને સંતુલિત કરે છે.
