અમદાવાદ જુહાપુરામાં ગુનેગારોનાં ઘર પર બુલડોઝર ફર્યું
નઝીર વોરાના ઝુબેદા હાઉસને સરફરાઝ કીટલીનાં ઘર ધ્વસ્ત,
પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ તોડી પાડ્યું
અમદાવાદમાં ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવે છે. આજે મંગળવારે સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના ઝુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુનેગારના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવે છે. આજે મંગળવારે સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના ઝુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. 20 થી વધુ ગુનાઓમાં આરોપી નઝીર વોરાના ઘરનું ડિમોલિશન કરાયું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારનાં બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપી નઝીર વોરા વેજલપુર અને સરખેજ સહિતનાં પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે. 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીએ બાંધકામ કર્યું છે, જે ગેરકાયદે હોવાને લઈને એને ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી