સુરતના લિંબાયતની સરકારી શાળા નં. 225 સામે ગંભીર આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયતની સરકારી શાળા નં. 225 સામે ગંભીર આક્ષેપ
વિદ્યાર્થીઓ મોડા પહોંચતા ગેટ બંધ કરી દેવાનો આક્ષેપ
ગેટ બહાર વિદ્યાર્થીઓને ઊભા રહેવાની ફરજ પડતી હોવાનો દાવો
શિક્ષકના વલણને લઈને વાલીઓમાં રોષની લાગણી

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 225ને સામે ગંભીર આક્ષેપો કરાયા હતા જેમાં શાળામાં વિદ્યાર્થીઓ થોડા મોડા પહોંચતા શિક્ષક દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને બહાર જ રહેવું પડે છે.

સુરતના લિંબાયતની સરકારી શાળા ક્રમાંક 225માં દૂરના વિસ્તારમાંથી આવતા કેટલાક વિદ્યાર્થીઓ પગપાળા શાળાએ પહોંચે છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ રિક્ષા કે અન્ય વાહનનો ખર્ચ કરી શકતા ન હોવાનુ જણાવ્યુ હતું. અને આક્ષેપ કર્યો હતો કે સમય સંજોગોવશાત વિદ્યાર્થીઓ પાંચ મિનિટ જેટલા મોડા પહોંચે તો તેમને ગેટની બહાર ઉભા રહેવાની સ્થિતિ સર્જાય છે. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓનો સમગ્ર દિવસનો અભ્યાસ બગડતો હોવાનો સવાલ ઉઠી રહ્યો છે. શિસ્ત જાળવવી જરૂરી છે, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે આવી સ્થિતિ ઊભી થાય ત્યારે તેનો ઉકેલ શું? સામાન્ય વાલીઓનો સવાલ છે કે વિદ્યાર્થીઓને શિક્ષણથી દૂર રાખવાને બદલે તેમની પરિસ્થિતિ સમજીને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *