સુરતના લીંબાયતમાં પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે અથડામણ

Featured Video Play Icon
Spread the love

સુરતના લીંબાયતમાં પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે અથડામણ
ભાગતા આરોપીએ પોલીસકર્મી પર ચપ્પુથી હુમલો કર્યો
સ્વબચાવમાં પી.આઈ.નું ફાયરિંગ, આરોપીના પગમાં ગોળી વાગી
ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

સુરતના લીંબાયતમાં પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે ફિલ્મી ઢબે અથડામણ સર્જાઈ હતી જેમાં પોલીસને જોઈને ભાગેલા લુંટારૂએ પોલીસકર્મી પર ચપ્પુથી હુમલો કર્યો હતો. સ્થિતિ વણસતા પોલીસ ઈન્સ્પેક્ટરે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતના લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. રાત્રિના આશરે ત્રણ વાગ્યે ઝોન-2ની લીંબાયત પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ પાસે એક શંકાસ્પદ ઈસમ પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતા આરોપીએ કમરમાંથી ચપ્પુ કાઢી પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમારના પેટના ભાગે હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસ ઈન્સ્પેક્ટર ડીડી ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જોકે આરોપી હુમલો કરવા આગળ વધતા પોલીસે સ્વબચાવમાં આરોપીના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપી પરવેઝ મુશરફ અન્સારીના ડાબા પગમાં ગોળી વાગી હતી. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે ઘાયલ પોલીસકર્મીને લીંબાયતની ગેલેક્સી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વધુ પૂછપરછમાં આરોપીએ પોતાના સાથી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. તો આરોપી પાસેથી લૂંટમાં ગયેલા કેટલાક મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *