ભાવનગરમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનું 106મું અધિવેશન યોજાયું

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનું 106મું અધિવેશન યોજાયું
વિવિધ ડિવિઝનના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિશાળ રેલી અને જાહેર સભા
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના અધિવેશનમાં અનેક કાર્યક્રમો યોજાયા

રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઈ, રતલામ તેમજ ભાવનગર ડિવિઝનના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ રેલી અને જાહેર સભા વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયન નું ૧૦૬મું વાર્ષિક અધિવેશન ભાવનગર ખાતે યોજાયું હતું.

આ મહત્વપૂર્ણ અધિવેશનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો, પ્રેસ કોન્ફરન્સ, વિશાળ રેલી અને જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ અને અગ્ર ણીઓની ઉપસ્થિતિઅધિવેશનના અનુસંધાને ભાવનગર પરા ખાતે (DRM ઓફિસ પાછળ) આવેલી વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનની ઓફિસ ખાતે એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સને ઓલ ઈન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશન (AIRF-દિલ્હી) ના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રાએ વિવિધ માહિતી આપી હતી. આ ઉપરાંત આ પ્રસંગે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી જે. આર. ભોંસલે, પ્રેસિડેન્ટ આર. સી. શર્મા, ગછખઞ ના જનરલ સેક્રેટરી વેણુ પી. નાયર, NWRE ના જનરલ સેક્રેટરી મુકેશ માથુર, ભાવનગરના ડિવિઝનલ ચેરમેન અજયરાજસિંહ ગોહિલ અને ડિવિઝનલ સેક્રેટરી એસ. કે. શ્રીવાસ્તવ સહિતના વરિષ્ઠ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં ભાગ લેવા માટે યુનિયનના ડેલિગેટ્સની એક સ્પેશિયલ ટ્રેન મુંબઈથી ભાવનગર પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઈ, રતલામ તેમજ ભાવનગર ડિવિઝનના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા છે. અધિવેશન અંતર્ગત ભાવનગર પરા સ્થિત ડિવિઝન ઓફિસ (DRM ઓફિસ પાછળ) થી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના માર્ગો પર ફરીને મહારાજા કૃષ્ણકુ મારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આવેલા અટલ ઓડિટોરિયમ ખાતે પહોંચી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *