સુરતના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાઈ
સુરતની તમામ પોલીસને પણ એલર્ટ મોર્ડ પર
ગુજરાતના 18 જિલ્લાને એલર્ટ કરાયા
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે યુદ્ધમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતના 18 જિલ્લાને એલર્ટ કરાયા છે. તો સુરતના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાઈ રહ્યુ છે. અને સુરતની તમામ પોલીસને પણ એલર્ટ મોર્ડ પર રહેવા આદેશ કરાયુ છે.
આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન સામે ભારતે એર સ્ટ્રાઈક કર્યા બાદ યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ત્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી- વનમાં આવે છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર તથા લશ્કરની ત્રણેય પાંખો સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અઠવાલાઇન્સ ખાતે વોર રૂમ શરૂ કરાયો છે. કેન્દ્ર સરકાર, લશ્કર, નૌકાદળ, ભૂમિદળ અને હવાઇદળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્રમાં આ રૂમ શરૂ કરાયો છે, જેની સાથે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે. તો ગુજરાતના 18 જિલ્લાઓને એલર્ટ કરાયા હાય જેમાં સુરત પણ હોય સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને લઈ હજીરાના દરિયાઇ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરાઈ છે સાથે મરીન પોલીસે પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યુ છે. ખાસ કરીને દરિયામાં ઈન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલીકોપ્ટર સાથે ગોઠવી દેવાયાં છે. ઉપરાંત દરિયામાં 12 નોટીકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરાઈ છે. તદ્ઉપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગર્ન સાથે બોટમાં 3 થી 4 નોટીકલ માઇકલ દરિયામાં પેટ્રોલિંગ કરશે. ખાસ કરીને હજીરા-ડુમસ અને ઈચ્છાપોરમાં 23 કંપનીઓ આવેલી છે. આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવાયો છે. તેવી જ રીતે ડભારી, તેના ખાડી, મરીન, હજીરા, ઈચ્છાપોર, ડુમસ, ડ્રીમ સીટી અને સચીન જીઆઈડીસીના દરિયાના કિનારા વિસ્તારોમાં સ્થાનીક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે. તો સુરતની તમામ પોલીસની ટીમને પણ એલર્ટ રહેવા આદેશ કરાયો છે.