નવસારી એલસીબી પોલીસ ટીમે “ચોંગડ ગેંગ” નો આરોપી પકડ્યો
મધ્યપ્રદેશની કુખ્યાત “ચોંગડ ગેંગ” સાથે જોડાયેલા હતો આ આરોપી
10 જેટલા વાહનચોરીના ગુનાઓમાં પકડી પાડ્યો
નવસારી એલસીબી પોલીસ ટીમે મધ્યપ્રદેશની કુખ્યાત “ચોંગડ ગેંગ” સાથે જોડાયેલા એક આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
“ચોંગડ ગેંગ” આરોપી છેલ્લા લગભગ 5 વર્ષથી ફરાર હતો અને તેના વિરુદ્ધ અંદાજે 30 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં વાહનચોરી, મર્ડર તેમજ આર્મ્સએક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી તેના સાથીદારો સાથે રાત્રિના સમયે એકલતા અને નિરજ વિસ્તારમાં પાર્ક કરાયેલ બાઈકોને નિશાન બનાવી ખાસ કરીને હીરો હોન્ડા, પેશન, સાઈન, બૂલેટ જેવી બાઈકોના લોક તોડી ચોરી કરતો હતો. અને આ ગેંગ ચોરી કર્યા બાદ ચોરી કરેલી બાઈકોને તેઓ તેમના વતન અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે લઇ જઈ ઓછી કિંમતે વેચી દેતા હતા. નવસારી એલસીબી પોલીસ ટીમના અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે 30 વર્ષીય મધ્યપ્રદેશના આરોપી સચીન ચોંગડને નવસારીના ધોળાપીપળા પાસેથી બાતમી આધારે દબોચી લીધો હતો. અને આરોપીને 10 જેટલા વાહનચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.
