સુરતના હીરા ઉદ્યોગના હૃદય સમાન માનગઢ ચોક જળબંબાકાર

Featured Video Play Icon
Spread the love

સુરતના હીરા ઉદ્યોગના હૃદય સમાન માનગઢ ચોક જળબંબાકાર
વેપારીઓ, કર્મચારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
મોટી સંખ્યામાં બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનો બંધ પડી ગયા

સુરતના હીરા ઉદ્યોગના હૃદય સમાન માનગઢ ચોકમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર સ્થિતિ સર્જાતા અને ગોઠણ સમા પાણી ભરાતા વેપારીઓ, કર્મચારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સુરતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે હવે વેપારના કેન્દ્રોને પણ બાનમાં લીધા છે. શહેરના માનગઢ ચોકમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગોઠણ સમા પાણી ભરાતા લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. હીરા બજારમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપાર-ધંધા પર સીધી અસર પડી છે અને અનેક યુનિટોમાં કામકાજ પણ ઠપ થઈ ગયું છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે મોટી સંખ્યામાં બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનો બંધ પડી ગયા છે, જ્યારે કેટલાક વાહનો તો પાણીમાં અડધા ગરકાવ થયેલા જોવા મળ્યા. વરસાદના કારણે સમગ્ર વિસ્તાર જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે વેપારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *