અમદાવાદ બાદ ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ બાદ ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ
ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર ડોકટરનું 6 સિનિયરે રેગિંગ કર્યું,
પૈસાની માગણી કરી મુર્ગા બનાવતા

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ બાદ હવે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પણ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી છે.

મદાવાદની બી.જે. મેડિકલ કોલેજ બાદ હવે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓ દ્વારા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે પૈસા માગતા હોવાનો અને મુર્ગા બનાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ સ્કવોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ મામલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ કરી રિપોર્ટ સુપરત કરાશે ત્યારબાદ જવાબદાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. આ અંગે મેડિકલ કોલેજના ડીન ડો.ચિન્મય શાહે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં અમારી પાસે એક ઓનલાઈન ફરિયાદ આવી હતી. ઓર્થોપેડિક ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે

જુનિયર તબીબો સાથે રૂંવાડા ઊભા કરી દે તેવું રેગિંગ ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં બનેલી રેગિંગની ચકચારી ઘટનામાં નામ ન આપવાની શરતે અમાનવીય ત્રાસનો ભોગ બનનારા પ્રથમ વર્ષના જુનિયર તબીબોએ બીજા વર્ષના 6 તબીબી વિદ્યાર્થી દ્વારા અપાતી રૂંવાડા ઊભા કરી દે તેવી તાલિબાની સજા વર્ણવી હતી. જેમાં દર મહિને અઢી લાખ પડાવતાં, દારૂની બોટલો મંગાવતાં, કુકડા બનાવતાં, ટ્રોમા સેન્ટરની બહાર નહીં નીકળવા દેવા, જમવા અને સુવાનો સમય નહીં આપવા, એક્સ-રે વિભાગમાં લેડ એપ્રન નહીં પહેરવા દેવા, આખી રાત એક પગે ઉભા રહેવા, છેલ્લા 15 દિવસ સુધી ન્હાવા સુદ્ધા નહીં દેવા જેવી તાલિબાની સજા અપાતી હોવાની આપવીતી વર્ણવી હતી. આખરે હિંમત કેળવી તેઓએ લેખિત ફરિયાદ કરી હોવાનું જણાવી દોષિતોને આકરી સજા થાય તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી. ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે.જેમાં તેઓને મુર્ગા બનાવાતા હોવાનો અને અલગ અલગ ઈવેન્ટ માટે ખર્ચ કરાવતા હોવાનો ઉલ્લેખ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *