લીંબડીમાં કોંગ્રેસના સરપંચોના ગામોમાં વિકાસના કામો નહીં

Featured Video Play Icon
Spread the love

લીંબડીમાં કોંગ્રેસના સરપંચોના ગામોમાં વિકાસના કામો નહીં
ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસના સરપંચોના ગામોમાં વિકાસના કામો નહીં કરતા હોવાના આક્ષેપો સાથે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સાથે આવનાર સમયમાં તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી

આજરોજ ઘણા બધા આક્ષેપો સાથે લીંબડી તાલુકા ગ્રામ્ય અને લીંબડી શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જેમાં લગધીરસિંહ રાણા, ખુશાલભાઈ જાદવ અનિલભાઈ સિંગલ, બાબુભાઈ સોલંકી, વાઘેલા, જાદવભાઈ મકવાણા અને પુષ્પાબેન વાઢેર સહિતના લીંબડી તાલુકા પંચાયતે આવેદનપત્ર આપવા માટે દોડી આવ્યા હતા ત્યારે આવેલ હોદ્દેદારો અને કાર્યકરોનો આક્ષેપ એવો હતો. લીબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે ગામમાં કોંગ્રેસના સરપંચો છે એ ગામોમાં સ્પષ્ટપણે અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કામ નહીં કરવા સૂચના આપવામાં આવેલી છે, વિકાસના કામોમાં લગતી સામગ્રી લગત ભાજપના મળતીયાઓ પાસેથી ખરીદવી જો આમ કરવામાં નહીં આવે તો બિલ પાસ કરવામાં નહીં આવે જેવા આક્ષેપો સાથે કોંગ્રેસના મહિલાઓ સહિતના હોદ્દેદારો દોડી આવ્યા હતા અને સાથે સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કોંગ્રેસી ગામોને પાકિસ્તાની ગામો ગણવામાં આવી રહ્યા છે,

આ બાબતની ઉગ્ર રજૂઆત લીંબડી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આવેલ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું આવનાર 15 દિવસમાં જો અમારા પ્રશ્નનો નિકાલ નહીં આવે તો તાલુકા પંચાયતને તારા બંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી ત્યારે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ધારાસભ્ય ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે જોવાનું એ રહ્યું આ આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા છે શું અધિકારીઓ ભાજપની કઠપુતળી છે, ભાજપ દ્વારા અધિકારીઓને અલગથી પગાર આપવામાં આવે છે, શું ભાજપ દ્વારા અધિકારીઓને માનસિક કરવામાં આવે છે કે કોઈ પ્રકારની ધમકી આપવામાં આવે છે, તેવું કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવામાં આવ્યા હતા, એ પણ જોવાનું રહ્યું કે આવનાર 15 દિવસ પછી જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો શું તાલુકા પંચાયતને કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા તાળાબંધી કરવામાં આવશે ખરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *