સુરત મનપા પ્રિમોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાનો જાણે ધુમાડો

Featured Video Play Icon
Spread the love

સુરત મનપા પ્રિમોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાનો જાણે ધુમાડો
મજુરાગેટ પાસે મેઈન રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણ
ચોમાસા દરમિયાન મોટી હોનારતને આમંત્રણ આપે તો નવાઈ નહી.

સુરત મનપા પ્રિમોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાનો જાણે ધુમાડો કરે છે તેમ લાગી રહ્યુ છે કારણ કે શહેરના પોશ વિસ્તાર મજુરાગેટ પાસે મેઈન રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણ ચોમાસા દરમિયાન મોટી હોનારતને આમંત્રણ આપે તો નવાઈ નહી.

સુરતમાં પ્રિમોનસુનની કામગીરી સામે સવાલો ઉભા થયા હોય તેમ મજુરા ગેટ વિસ્તાર થી મજૂરા ફાયર સ્ટેશન તરફ જવાના મેઇન રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણ જોવા મળ્યા હતાં. એક તરફ તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ આ પ્રકારે ગટરના ખુલ્લા ઢાંકણ જોવા મળ્યા હતાં. છેલ્લા 10 દિવસ થી આ ગટરનુ ઢાંકણ તૂટી ગયેલી અને કોહવાયેલી હાલતમાં છે. આઈટીઆઈ કોલેજની સામે જ આ સ્થળ છે જ્યાં કેમ કોઈ અધિકારીની નજર સુદ્ધા પડી નથી? તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર કોઈ ગંભીર ઘટના બને તો જવાબદાર કોણ? અને ચોમાસુ શરૂ થતા પહેલા અને રીપેરીંગ ન કરાય તો અંદર કોઈ વાહન કે વ્યક્તિ પડી જવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગંભીર ઘટના ન બને તેને ધ્યાને લઈ સમાજસેવી દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી હોવા છતા પણ તંત્રના પેટનુ પાણી હાલતુ ન હોવાનું સામાજિક આગેવાન ધર્મેશભાઈએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *