સુરતમાં ઉત્રાણ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા દંપતિને ઝડપ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઉત્રાણ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા દંપતિને ઝડપ્યું
રીક્ષા સહિત દારૂ અને મોબાઈલ કબ્જે કર્યા
જયદીપ ચિમન ટીલ્વા અને તેની પત્નીને આંતરી

સુરતમાં ઉત્રાણ પોલીસે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર દંપતિને ઝડપી પાડી રીક્ષા સહિત દારૂ અને મોબાઈલ કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ એનબી બલદાણીયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો જાલાભાઈને મળેલી બાતમીના આધારે રીક્ષામાં પસાર થતા જયદીપ ચિમન ટીલ્વા અને તેની પત્નીને આંતરી તેઓની રીક્ષાની ઝડી લેતા રિક્ષામાંથી 1 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, રીક્ષા, મોબાઈલ સહિત 1 લાખ 45 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *