સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લિંબાયત વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લિંબાયત વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ
અસામાજિક તત્વોના ઘરોમાં પણ ચેકિંગ કરાયુ
ચેકિંગ કરતા ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લિંબાયત વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરાયુ હતુ જેમાં અસામાજિક તત્વોના ઘરોમાં પણ ચેકિંગ કરાયુ હતું.

સુરત ક્રાઈમ બ્રાન્ચનું લિંબાયત વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયુ હતું. લિંબાયત વિસ્તારમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશેષ ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરી ગુજસિટોક, એનડીપીએસ, આર્મ્સ એક્ટ તેમજ શરીર સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપીઓ પર તવાઈ બોલાવાઈ હતી. સાથે શંકાસ્પદ ઈસમો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો અને ફરાર આરોપીઓની સઘન ચકાસણી કરાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સુરત પોલીસે કાર્યવાહી તેજ કરી હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમે લિંબાયત વિસ્તારમાં અચાનક ચેકિંગ કરતા ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *