સુરત : સૂર્યપુત્રી તાપીનો અદભુત ડ્રોન નજારો
નવા નીરથી બે કાંઠે વહી ઉઠી નદી,
ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર સ્વરૂપ
કોઝવે ખાતે સપાટી 6.57 મીટર પર પહોંચી
સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં નવા નીર આવતા અહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુર્ય પુત્રી તાપી નદી બે કાંઠે થતા સુરતીઓ પણ તાપી નદીનો અદભૂત નજારો જોવા ઉમટી રહ્યા છે.
ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સુરતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. સુરત ની જીવ દોરી તાપી નદીના અહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ ઉકાઈ ડેમની હાલની સપાટી 320.47 ફુટ પર પહોંચી છે. તો સામે સુરત શહેર અને જિલ્લામાં પણ સતત વરસાદ થઈ રહ્યો હોય જેને લઈ તાપી નદીમાં નવા નીર આવી રહ્યા છે. જેથી હાલ તાપી નદી બંને કાંઠે વહી રહી છે. જેથી શહેરીજનો સૂર્યપુત્રી તાપીનો અદભુત નજારો જોવા ઉમટી પડ્યા હતાં. તો કોઝવે ખાતે સપાટી 6.57 મીટર પર પહોંચી છે. હાલ કોઝવેની સપાટીમાં ઉપર અને નીચે થઈ રહ્યું છે. જોકે કોઝવે પરથી પાણીનો ધર્મસ તો પ્રવાહ પસાર થઈ રહ્યો છે.