અમદાવદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મેઘાણીનગરના એક પરિવારના સભ્યોનું મોત.
રણવીર સિંહ ચાવડા અને તેમની પત્ની ચેતનાબા ચાવડાનું મોત.
પતિ-પત્ની આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ગયા હતા.
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મેઘાણીનગરના દંપતીનું મોત થયું છે. આ દંપતી આધારકાર્ડ કઢાવવા જતા હતા તે સમયે પ્લેનનો કાટમાળ પડતા દંપતીનું મોત થયું.બનાવ સ્થળ પરથી એક્ટિવા અને આધારકાર્ડના ડોક્યુમેન્ટ મળતા પરિવારને જાણ થઈ હતી. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેના પરિવારે ડીએનએ સેમ્પલ આપ્યા છે.
અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મેઘાણીનગરના દંપતીનું મોત થયું છે. આ દંપતી આધારકાર્ડ કઢાવવા જતા હતા તે સમયે પ્લેનનો કાટમાળ પડતા દંપતીનું મોત થયું. બનાવ સ્થળ પરથી એક્ટિવા અને આધારકાર્ડના ડોક્યુમેન્ટ મળતા પરિવારને જાણ થઈ હતી. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેના પરિવારે DNA સેમ્પલ આપ્યા છે. ત્યારે આ અંગે એડિશનલ સુપરિટેન્ડેન્ટ રજનીશ પટેલે નિવેદન આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 6 મૃતદેહોના DNA પરિવારજનો સાથે મેચ થયા છે અને સિવિલ હોસ્પિટલથી બે મૃતદેહને રવાના કરવામાં આવ્યા છે. પરિવારજનોની પાસે મૃતદેહો મોકલાયા છે. DNA ટેસ્ટ બાદ જ પરિવારજનોને મૃતદેહ સોંપાયા છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એર ઈન્ડિયાના આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા તેમાંથી 241 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક માત્ર વ્યક્તિ વિશ્વાસ રમેશ કુમારનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. મેઘાણીનગરમાં ક્રેશ થયેલું વિમાન BJ મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું જેમાં પણ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સના દુર્ઘટનામાં મોત હતા. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી