પીપી સવાણી ગ્રૂપ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ
અમરેલીના ધારી તાલુકાના ગિરદુધાળા ગામે અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ
102 વિઘામાં 10 હજાર વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષો પર મૃતકોના નામ
અમરેલીના ધારી તાલુકાના ગિરદુધાળા ગામે પીપી સવાણી ગ્રૂપ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ 102 વિઘામાં 10 હજાર વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષો પર મૃતકોના નામ લખી શ્રદ્ધાંજલિ આરોન કરાઈ
અમરેલીના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ એક જીવ સામે બે જીવનું વૃક્ષરૂપી વાવેતર કરવામાં આવ્યું છે. પી.પી સવાણી ગ્રૂપ દ્વારા પોતાની 102 વિઘા જમીનમાં 10 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ગત 12 જુનના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતાત્માને શ્રધ્ધાંજલી અર્પણ કરી તમામ વૃક્ષો મૃતાત્મા પામેલા સ્વર્ગ વ્યક્તિઓના નામ લખીને શ્રધ્ધાંજલી અર્પણ કરી તેમા પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજભાઈ રૂપાણી સહિત મૃતકોના નામ સાથે વૃક્ષ રોપણ કર્યુ છે. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ સવાણીના પુત્રવધુના હસ્તે અને દેશના ગૌરવરૂપી કીક બોક્સિંગ પ્લેયર ડિકલ ગોરખા અને ખુશી ગોરખાના હસ્તે વૃક્ષા રોપણ કરાયું છે ત્યારે આ તકે મામલતદાર આર.એફ.ઓ. પીઆઇ ધારી પોલીસ સ્ટેશન સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિતિમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકો શધ્ધાંજલી અર્પણ કરી દુઃખ વ્યક્ત કર્યુ..