સુરત : ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર એલઆરડીની પરીક્ષા પૂર્ણ

Featured Video Play Icon
Spread the love

સુરત : ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર એલઆરડીની પરીક્ષા પૂર્ણ
ઉમેદવારોને બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોએ પરીક્ષા આપી
સુરત જિલ્લાના 206 કેન્દ્રો પરથી ઉમેદવારોએ પરિક્ષા આપી

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર એલઆરડીની પરીક્ષા યોજી હતી. જેમાં ઉમેદવારોને બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો. તો શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ થઈ હતી.

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યા માટે આજરોજ રાજ્યના 7 જિલ્લા જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી. કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપી હતી. જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી. સુરત જિલ્લાના 206 કેન્દ્રો પરથી ઉમેદવારોએ પરિક્ષા આપી હતી. તો રાજકોટ જિલ્લાના 152 કેન્દ્ર પરથી જ 43,710 ઉમેદવાર પરીક્ષા આપી હતી. તે સિવાય વડોદરાના 119 પરીક્ષા કેન્દ્રો પર 35,000 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. જ્યા બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિક્ષા યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *