અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 32 મૃતકોના ડીએનએ મેચ થયા.
અત્યાર સુધી 14 મૃતદેહને સોંપવામાં આવ્યા છે.
પૂર્વ CM વિજય રૂપાણીના ડીએનએ મેચ થવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટિ કરી
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાને ત્રણ દિવસ વિતી ચૂક્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા દિવસે ડીએનએ સેમ્પલિંગની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ બપોરે 1 વાગ્યા સુધીમાં 42 મૃતદેહોના સેમ્પલ મેચ થયા છે અને 14 લોકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાને ત્રણ દિવસ બાદ શનિવાર સુધીમાં 248 લોકોના DNA સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે. આ દુર્ઘટનામાં જે મૃતકો છે તેમાં ગુજરાતના અલગ અલગ 18 જિલ્લાના છે. જેઓના મૃતદેહોને વતનમાં પહોંચાડવા માટે કુલ 230 ટીમ બનાવવામાં આવી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મેસમાં અને આસપાસના વિસ્તારમાં હાજર 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 8 ની હાલ સારવાર ચાલી રહી છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્યને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 32 DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. કુલ 14 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં અમદાવાદના 4, વડોદરાના 2, ખેડાનો 1, બોટાદનો 1, અરવલ્લીનો 1 અને વિસનગરના 4 મૃતદેહોનો સમાવેશ થાય છે. વધુમાં, બ્રિટીશ નાગરિકોના DNA સેમ્પલ આજે લેવામાં આવશે. પરિવારજનો મૃતદેહ લેવા આવી રહ્યા છે ત્યારે સ્વજનો આઘાતમાં છે. 3 જગાએ કુલ 9 લોકોની કાઉન્સેલિંગ માટેની ટીમ મુકવામાં આવી છે. જેમાં એક કસોટી ભવન એક સુપ્રિટેડન્ટ ઓફિસ અને એક પોસ્ટમોર્ટમ રૂમ પાસે એમ કુલ 3 ટીમ રાખવામાં આવી છે. જેમાં દરેક ટીમમાં 3 લોકો છે. પૂર્વ CM વિજય રૂપાણીના DNA મેચ થવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટિ કરી
ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન તથા તેમના પત્ની અચલ અમીન પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. સુભાષ અમીનના DNA મેચ થઇ જતાં તેમનો મૃતદેહ પરિવારને સોંપી દેવાયો છે. પરિવારજનો અચલ અમીનના DNA મેચ થાય અને મૃતદેહ સોંપાય તેની રાહ જોઇ રહ્યા છે. પ્લેન ક્રેશ ઘટનામાં ચમત્કારિક રીતે બચેલા વિશ્વાસનો પરિવાર લંડનથી અમદાવાદ આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વાસના માતા અને પરિવારના સભ્યો આવ્યા છે. તમામને SOGની ટીમ વિશ્વાસને મળવા લઈ ગઈ હતી જે બાદ પોલીસ બંદોબસ્ત સાથે તમામને 2 અલગ અલગ ગાડીમાં પરત લઈ જવામાં આવ્યા છે. સમગ્ર પરિવાર એરપોર્ટથી સીધો સિવિલ હોસ્પિટલ સામાન સાથે પહોંચ્યો હતો. પરિવારના સભ્યોએ કઈ પણ બોલવાથી ઇનકાર કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી