અમદાવાદ પ્લેનક્રેશ થતાં ડાઈનિંગ ટેબલ નીચે છુપાઈને જીવ બચાવ્યો

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ પ્લેનક્રેશ થતાં ડાઈનિંગ ટેબલ નીચે છુપાઈને જીવ બચાવ્યો
જંબુસરનોએ મબીબીએસના બીજા વર્ષમા અભ્યાસ કરતા ધ્રુવ ગુજ્જરનો આબાદ બચાવ
અતુલ્ય બિલ્ડિંગની કેન્ટિનમાં જંબુસરના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ,

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં લંડન જતી ફ્લાઇટ એઆઈ171 અચાનક અતુલ્ય બિલ્ડિંગ પર તૂટી પડતાં અનેક નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનામાં ભરૂચ જિલ્લાના જંબુસર નગરના મહાદેવનગર વિસ્તારમાં રહેતા અને હાલ એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક રીતે જીવ બચાવ થયો છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ સર્જાયેલી વિમાન દુર્ઘટના સમયે ધ્રુવ પણ અતુલ્ય બિલ્ડિંગની કેન્ટિનમાં જમવા માટે બેઠો હતો. એ વખતે એકધમ જોરદાર ધડાકો સાંભળાતા તેણે તરત જ પોતાની સજાગતા દાખવી અને ડાઇનિંગ ટેબલની નીચે છૂપાઈ ગયો હતો. તેની આ જ સજાગતાથી તેનો જીવ બચી ગયો હતો.ઘટનાના તરત પછી જ્યાં ઘુમ્મસ ધુમાડો, ચીસો અને ગભરાટનો માહોલ હતો, ત્યાંથી ધ્રુવે મોકો મળતાંની સાથે બિલ્ડિંગની બારીમાંથી કૂદીને પોતાને સલામત સ્થળે પહોંચાડ્યો હતો. માત્ર પોતાનો બચાવ જ નહીં, પરંતુ ત્યારબાદ તેણે પોતાના મિત્રોના સહયોગથી કેટલાક ઘાયલોને પણ બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ તે પોતાના વતન જંબુસર પહોંચી માતા-પિતા અને દાદા, દાદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતાં.

ધ્રુવે ઘટનાને યાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતા કાલ્પનિક પણ ન હતી. હજુ પણ મન ભયભીત છે. જીવ બચ્યો તે ભગવાનની કૃપા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ માટે હું ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ઘાયલ થયેલાઓ માટે પ્રાર્થના કરું છું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *