સુરતમાં આપના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ ભાજપ સામે આક્ષેપો કર્યા
ખાડીપુરની સમસ્યાને લઈ વિપક્ષ આપ દ્વારા ભાજપ પર આક્ષેપો કરાયા
30 વર્ષથી ભાજપની સરકારમાં સુરતની બદસુરત થઈ હોવાના આક્ષેપો
સુરતમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સાથે વારંવાર આવતા ખાડીપુરની સમસ્યાને લઈ વિપક્ષ આપ દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપો કરાયા હતાં અને 30 વર્ષથી ભાજપની સરકારમાં સુરતની બદસુરત થઈ હોવાના આક્ષેપો કરાયા હતાં.
સુરતમાં આપના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતાં. અને જણાવ્યુ હતું કે સુરતમાં છેલ્લા 30 વર્ષ થી ભાજપ ની સરકાર માં સુરત બદસૂરત થયું હોવાના આક્ષેપ કર્યો હતો. સુરત શહેરના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સુરતમાં ખાડી પૂરનું મુખ્ય કારણ કુદરતી વરસાદ નથી પરંતુ ટીપી છે. મીંઢોળાના કાંઠે ગેરકાયદે ઝીંગા તળાવ હટાવવાની માંગણી પણ કરાઈ હતી. તો સુરતની જનતાને શાસક પક્ષ ઉલ્લુ બનાવી રહ્યું હોવાના પણ આક્ષેપ કર્યા હતાં. ખાડી પસાર થાય છે ત્યાં બિલ્ડરો દ્વારા બિલ્ડિંગો બનાવવામાં આવી છે. અને છેલ્લા 3 વર્ષ માં શાસક પક્ષએ ક્યાં કામો કર્યા છે એ બાબતે ખુલાસો આપે તેવી માંગ કરી હતી. સાથે પાયલ સાકરીયાએ કહ્યુ હતું કે ધારાસભ્યોની સંકલનની બેઠક માં સુરતના મહત્વના મુદ્દા બાબતે આપ પ્રશ્નો કરશે. ગેરકાયદેસર ચાલતા ઝીંગા તળાવો હટાવવામાં કેમ શાસકો અસમર્થ છે તેવા પ્રશ્નો સાથે વરસાદી લાઈનો નાખવામાં ખામી રહી ગઈ હોવાના વિપક્ષ નેતાએ આક્ષેપ કર્્યો હતો.