સુરતના મોબાઈલની દુકાનમાં ચોરી
ચોર મોબાઈલ ચોરતો કેમેરામાં કેદ થયો
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધનામાં દક્ષેશ્વર પાસે મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતમાં વરસાદ વચ્ચે ચોરીના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના ઉધના ખાતે આવેલ દક્ષેશ્વર પાસે મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી. અજાણ્યો ચોર ઈસમ મોબાઈલની દુકાનમાં ઘુસી મોબાઈલની ચોરી કરી ભાગી છુટ્યો હતો. તો દુકાનમાં લાગેલા સીસીટીવીની તપાસ કરતા એક રીઢો ચોર મોબાઈલ ચોરતો કેમેરામાં કેદ થયો હતો. જેના આધારે હાલ તો પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. તો સીસીટીવીની મદદથી પોલીસે પણ ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.