સુરતમાં 19 વર્ષીય બેફામ ડ્રાઈવરે યુવતીને અડફેટે લીધા
એક્ટિવાને ટક્કર મારી હ્યુન્ડાઈ કાર ડિવાઈડર સાથે અથડાઈ
યુવતિને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાઈ
સુરતમાં વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અલથાણ વિસ્તારમાં સર્કલ પાસેથી મોપેડ લઈ પસાર થતી યુવતિને બેફામ આવેલા કાર ચાલકે અડફેટે લીધી હતી જેને લઈ યુવતિને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાઈ હતી.
સુરતમાં રોજેરોજ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. કેટલાક બેફામ કાર ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ફરી આવી જ એક અકસ્માતની ઘટના બની હતી. અલથાણ વિસ્તારમાં સર્કલ પાસેથી મોપેડ લઈ પસાર થઈ રહેલી એક યુવતિને બેફામ દોડી આવેલા કારના ચાલકે અડફેટે લેતા યુવતિને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાઈ હતી. તો યુવતિને કાર ચાલકે અડફેટે લીધી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ તો બનાવની જાણ થતા અલથાણ પોલીસે સ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી.