સુરતના પુણાગામમાં વાહનચોરીની ઘટના સામે આવી
નંદનવન સોસાયટી પાસે દુકાન બહાર પાર્ક કરેલી એક્સેસ મોપેડ ચોરાઈ
તસ્કર આંખના પલકારામાં મોપેડ લઈને ફરાર
સુરતના પુણાગામ વિસ્તારમાં વાહન ચોરીની ઘટના બની હતી જેમાં નંદનવન સોસાયટી પાસે દુકાનની બહાર પાર્ક કરેલી એક્સેસ મોપેડને તસ્કર આંખના પલકારામાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી પાસે આ ઘટના બની હતી. દુકાનની બહાર પાર્ક કરેલી એક્સેસ મોપેડ પર ચોરની નજર પડતા તેણે આસપાસની સ્થિતિનો તાગ મેળવ્યો અને ગણતરીની સેકન્ડોમાં જ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. મોપેડ ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની માહિતી છે. ઘટનાને પગલે વાહન માલિકે પોલીસનો સંપર્ક કર્યો છે અને સીસીટીવીના આધારે ચોરને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
