સુરત લાજપોર જેલના જેલરના નામે ખંડણી
આરોપીની પત્નિ પાસે 15 હજારની ખંડણીનો ઓડિયો વાયરલ
ઓડીયો અંગે સચિન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ
સુરત લાજપોર જેલના જેલરના નામે આરોપીની પત્નિ પાસે 15 હજારની ખંડણી માંગવા મામલે વાયરલ થયેલા ઓડીયો અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુરતની લાજપોર જેલમાંથી ખંડણી મંગાઈ રહી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ચકાચ મચી ગઈ હતી. આરોપીની પત્નીને ફોન કરી સુવિધાના નામે 15 હજારની ખંડણી મંગાવમાં આવી હતી. જે સમગ્ર ઘટનાનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું. ઓડિયોમાં લાજપોર જેલના જેલર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેને લઈ ઓડિયો વાયરલ થતા લાજપોર જેલના જેલર દ્વારા સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
