સુરતમાં પાલિકા દ્વારા કરાયેલી પ્રિ મોન્સુન કામગીરીના ધજાગરા
અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની ઘટના
લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં પાલિકા દ્વારા કરાયેલી પ્રિ મોન્સુન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે રોજેરોજ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની ઘટના સામે આવી રહી છે જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત શહેરમાં પ્રિ મોન્સૂનની કામગીરી ફેઈ સાબિત થઈ હોય એવું લાગી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા દ્વારા મોટી મોટી વાતો કરતી હતી જો કે પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરવાનું સામે રહ્યુ છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. અને તેમાં પણ ખાસ કરીને ડભોલી વિસ્તારની હરીદર્શન સોસાયટીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ અને ઘરોના આંગણ સુધી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાણી ભરાવાને કારણે સ્કૂલના બાળકો અને નોકરી પર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.