સુરતના ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં હીરા બુર્સ પોલીસ ચોકી
હીરા બુર્સ ખાતે હીરા બુર્સ પોલીસ ચોરીનું પોલીસ કમિશનરના હસ્તે ઉદઘાટન
સુરતના ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં આવેલ હીરા બુર્સ ખાતે હીરા બુર્સ પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉદઘાટન કરાયુ હતું.
ગુજરાત હીરા બુર્સના સહયોગથી સુરત શહેર ઈચ્છાપોર પોલીસ સ્ટેશન હીરા બુર્સ પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જે હીરા બુર્સ પોલીસ ચોકીનુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે ઉદઘાટન કરાયુ હતું. તો આ પ્રસંગે મહાનુભાવો જેમાં ગુજરાત હિરા બુર્સના પ્રમુખ જનક મિસ્ત્રી, પુર્વ રાજ્યકક્ષાનામંત્રી નાનુભાઈ વાનાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની હાજરીમાં પોલીસ ચોકીનુ ઉદઘાટન કરાયુ હતું. તો આ હિરા બુર્સ પોલીસ ચોકી વિસ્તારમાં ઈચ્છાપોર, ભાઠા, ભાટપોર અને કવાસ ગામના વિસ્તારોનો સમાવેશ કરાયો છે.