સુરતમાં ચોરાયેલા સ્ટેમ્પ પેપરના આધારે ખોટા દસ્તાવેજો થાકી ઠગાઈ
કરોડોની ઠગાઈ આચરનાર ટોળકીના એકને દુબઈથી ઝડપ્યો
ક્રાઈમ બ્રાન્ચે ઈન્ટરપોલની મદદથી ઝડપીપ પાડ્યો
સુરતમાં ચોરાયેલા સ્ટેમ્પ પેપરના આધારે ખોટા દસ્તાવેજો બનાવી કરોડોની ઠગાઈ આચરનાર ટોળકીના એકને દુબઈથી ક્રાઈમ બ્રાન્ચે ઈન્ટરપોલની મદદથી ઝડપીપ પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2019 અને 20માં ફરિયાદી ગ્યાનચંદ જૈનને આરોપીઓએ ઠગી લીધો હતો. ચોરી થયેલા સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટા નામે બેન્ક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવીને છેતરપિંડી કરાઈ હોય આ મામલે અગાઉ કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તો આ જ ગુનામાં નાસતા ફરતા અને દુબઈ જઈ બેસેલા ઠગ ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનને ઝડપી પાડવા સુર તક્રાઈમ બ્રાન્ચન દ્વારા ઈન્ટરપોલની મદદથી પ્રત્યાપણ સંધિના આધારે દુબઈથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. અત્યાર સુધી આ ઠગાઈના ગુનામાં ઉપવન ઉર્ફે બંટી જૈન સાથે કુલ 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે.