સુરતમનપાના પ્લોટમાંથી માટી ચોરી કરતા બે શખ્સ ઝડપાયા,
2 જેસીબીઅને 5 ટ્રક મળી 1.60 કરોડનો મુદ્દામાલ કબ્જે
સુરતના અડાજણ વિસ્તારમાં મનપાના પ્લોટમાંથી માટીની ોરી કરનારાઓને ઝડપી પાડી પોલીસે કરોડોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર, ઈન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર ચૌધરીની સુચનાથી પીઆઈ જોગરાણાની ટીમ પીએસઆઈ એનડી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલંગમાં હતી ત્યારે પીએસઆઈ વસાવાને મળેલી બાતમીના આધારે સુરત મનપાના ખુલ્લા પ્લોટમાંથી માટીની ચોરી કરનારા દિપક જગદીશ વણજારા તથા કમલેશ ભાવાજી વણજારાને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી બે જેસીબી તથા પાંચ ટ્રક મળી 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
