પાંડેસરામાં યુવતીની છેડતી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

પાંડેસરામાં યુવતીની છેડતી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
યુવતીનો પીછો કરી અશ્લીલ હરકતો અને જાનથી મારી નાખવાની ધમકી
પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને દબોચ્યા
સુરજ વિશ્વકર્મા, રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તાની ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતીની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરતની પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ-બમરોલી ખાડી બ્રિજથી ન્યૂ અલથાણ સ્કાય સિટી તરફ જઈ રહેલી યુવતીનો એક બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ પીછો કર્યો હતો. આરોપીઓએ યુવતી સાથે ગંદા ઇશારા કર્યા, શરીર સ્પર્શ કર્યો, અશ્લીલ ટિપ્પણીઓ કરી અને બાદમાં યુવતીના સંબંધીઓને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ કેડી જાડેજાની ટીમે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓ સુરજ વિશ્વકર્મા, રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *