સુરતના ઈચ્છાપોરમાં 29 વર્ષીય યુવાનનું અચાનક મોત

Featured Video Play Icon
Spread the love

સુરતના ઈચ્છાપોરમાં 29 વર્ષીય યુવાનનું અચાનક મોત
છાતીમાં દુખાવા બાદ યુવાને અંતિમ શ્વાસ લીધા
અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ
યુવાનના મોતથી વિસ્તારમાં ચકચાર

સુરતમાં અચાનક મોતની ઘટનાઓ વધી રહી હોય તેમ ઈચ્છાપોર વિસ્તારમાં અચાનક છાતીમાં દુખાવા બાદ 29 વર્ષીય યુવાનનું મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતાં.

સુરતમાં ફરી એક યુવાનનું અચાનક મોત નિપજ્યુ હતું. મૂળ ઉત્તર પ્રદેશનો અને સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એકલો રહી નોકરી કરતા 29 વર્ષીય બબલુ કુમારનું અચાનક મોત થયું છે. બબલુ કુમાર સવારે કામ પર જતાં પહેલાં નજીકની દુકાનેથી સામાન ખરીદી રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક 108માં સાવરા માટે હોસ્પિટલે ખસેડાયો હતો જો કે સારવારમળે તે પહેલા જ બબલુ કુમારનુ મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યુ હતું. હાલ બનાવને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *