ભાવનગરમાં આખલોલ જકાતનાકા વિસ્તારમાં યુવક ઉપર હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં આખલોલ જકાતનાકા વિસ્તારમાં યુવક ઉપર હુમલો
યુવક ઉપર હુમલો કરનાર ઇસમોને પોલીસે ઝડપી લીધા

ભાવનગરમાં આખલોલ જકાતનાકા વિસ્તારમાં યુવક ઉપર હુમલો કરનાર ઇસમોને પોલીસે ઝડપી લીધા

ભાવનગરમાં આખલોલ જગાતનાકા પાસે સપના સાકાર ફ્લેટમાં રહેતા કુલદીપસિંહ રાયજાદાએ પાડોશમાં રહેતા અને દારૂના ગુનામાં સંડોવાયેલા સુનિલ ઉર્ફે હક્કાને પાર્કિંગમાં શંકાસ્પદ હાલતમાં જોઈ અટકાવ્યો હતો. આ વાતની અદાવત રાખી સુનિલ અને તેના ત્રણ સાથીદારોએ કુલદીપસિંહ પર છરીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ ફરિયાદ કરવા જઈ રહેલા ભોગ બનનારને ગેટ પાસે આંતરીને પણ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા, સમગ્ર ઘટનાના ના પગલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *