સુરતમાં 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે
40 દિવસથી ચાલી રહી છે રાવણ દહનની તડામાર તૈયારીઓ
રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે
દશેરાના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરત શહેરમાં રાજ્યના સૌથી મોટા રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે.
સુરતના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે. સુતળી બોમ્બ, કોઠી સહિત આતશબાજી દશેરાના દિવસે સુરતના વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આસુરી શક્તિના પ્રતીક રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે.
