સુરત : પાલનપુરમાં સુડા આવાસના લોકો ગટર લાઈનની સમસયાથી હેરાન
ફૂટપાથનું કામ દરમ્યાન પાણીની લાઈન તૂટી ગઈ હતી
લોકોએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો
સુરતમાં પ્રાથમિક સુવિધા માટે વારંવાર લોકો હેરાન થાય છે ત્યારે પાલનપુર ગામમાં સુડા આવાસના મકાનોમાં ગટર લાઈનની સમસયાથી લોકો હેરાન થયા છે.
પાલનપુર ગામ પાસે સુડા આવાસના મકાનોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટર લાઈનની સમસ્યા ઉદભવી છે. તો કોર્પોરેશન દ્વારા ફૂટપાથનું કામ કરવામાં આવ્યું હતું અને આ કામ દરમ્યાન પાણીની લાઈન તૂટી ગઈ હતી. જેથી પાણીની લાઈન તૂટતા આખા સુડા આવાસમાં ગંદા પાણી ફરી વળ્યા છે. પાર્કિંગ અને રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જેથી લોકોએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરી હતી.
