સુરત : ઉનમાં બેફામ ટેમ્પો ચાલકે ચાર વર્ષની માસુમને મોતને ઘાટ ઉતારી
ચાર વર્ષની બાળા જેનલ મિરાજ હેમાહદ ઘર પાસે રમતી હતી
સારવાર મળે તે પહેલા જ બાળાનુ મોત નિપજ્યુ હતું.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઉન ખાતે બેફામ આવેલા બોલેરો પિકઅપની ટક્કરે ચાર વર્ષની માસુમ બાળાનુ મોત નિપજતા પરિવારમાં શોક છવાયુ છે.
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભેસ્તાન પોલીસ મથક ની હદમાં આવેલ ઉન વિસ્તારમાં બોલેરો પિકઅપના ચાલકે એક માસુમ ચાર વર્ષની બાળાને મોતને ઘાટ ઉતારી હતી. ચાર વર્ષની બાળા જેનલ મિરાજ હેમાહદ ઘર પાસે રમતી હતી તે સમયે બેફામ આવેલા બોલેરો પિકઅપના ચાલકે બાળાને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાઈ હતી જો કે સારવાર મળે તે પહેલા જ બાળાનુ મોત નિપજ્યુ હતું. જેને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
