સુરત મહિધરપુરા પોલીસે હોટલ સંચાલકો માટે માર્ગદર્શિકા જારી કરી

Featured Video Play Icon
Spread the love

સુરત મહિધરપુરા પોલીસે હોટલ સંચાલકો માટે માર્ગદર્શિકા જારી કરી
સંચાલકો માટે શુ કરવુ અને શુ ન કરવુ તે અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.
ઓયો સહિતની કંપનીઓએ હવે પોલીસને જાણ કરવી પડશે!

સુરતના મહિધરપુરા વિસ્તારમાં સૌથી વધુ હોટલો આવેલી હોય જેને લઈ મહિધરપુરા પોલીસ દ્વારા હોટલ સંચાલકો માટે શુ કરવુ અને શુ ન કરવુ તે અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. અને તેનુ પાલન કરવા પણ જણાવાયુ છે.

સુરતમાં દિવાળીને લઈ પોલીસ એક્ટીવ થઈ છે ત્યારે સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તાર કે જે મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવતો હોય ત્યાં હોટલ સંચાલકો માટે મહિધરપુરા પોલીસ દ્વારા એસઓપી જાહેર કરાઈ છે. ગુજરાત પોલીસના કાયદાકીય નિયમો તથા સુરક્ષા હિતમાં હોટલ સંચાલકો માટે ફરજો તથા પ્રતિબંધો નકકી કરાયા છે. જેમાં દરેક ગ્રાહક પાસેથી માન્ય ઓળખપત્ર લઈ ચેક-ઈન રજીસ્ટરમાં નોંધવું. ઓનલાઈન સી-ફોર્મ / ડી-ફોર્મ ફરજીયાત રીતે ભરવું., યુવતીના મોઢા ઉપર દુપટ્ટો હોય તો મો ખોલાવી આધાર કાર્ડ ચેક કરી રૂમ આપવી., પ્રવેશ દ્વાર, રિસેપ્શન, કોરિડોર, પાર્કિંગ તથા બહારના વિસ્તારમાં સારી કવોલિટીના નાઈટ વિઝન સીસીટીવી કેમારા લગાવવા તથા રોડ સાઈડ એક એનપીઆર કેમેરો લગાવવો અને 30 દિવસ સુધી રેકોડિંગ સાચવવું., શંકાસ્પદ વ્યકિત/પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી તથા ચેકિંગ સમયે સહકાર આપવો., ફાયર સેફટી સાધનો કાર્યરત રાખવા., તમામ સ્ટાફનું પોલીસ વેરીફિકેશન કરાવવું તથા ઓળખ નોંધ રાખવી., જરૂરીયાત મુજબના તમામ લાઈસન્સ સમયસર નવીનીકરણ કરાવવાનું., ઓયો કંપનીને સંચાલન માટે હોટલ આપતા પહેલા પોલીસને જાણ કરવી., હોટલમાં ગ્રાહકની વિગત માટે નિભાવવામાં આવતું રજીસ્ટરમાં વિગત હોટલ મેનેજમેન્ટ દ્વારા ભરવી ગ્રાહક પારો ભરાવવી નહીં અને તમામ ગ્રાહક નો નંબર ડાયલ કરી નંબર સાચો છે કે ખોટો છે તે ચેક કરવો., આધાર કાર્ડમાં ફોટો બરાબર ન હોય તો બીજો પણ સરકાર માન્ય આઈડી પ્રુફ ફોટાવાળું લેવું., મુલાકાતીઓ અને મહેમાનોની ઓળખ ચકાસણી ફરજીયાત કરી રજીસ્ટરમાં નોંધ રાખવા જણાવ્યુ હતું. સાથે ઓળખપત્ર લીધા વિના કોઈ ગ્રાહકને રૂમ આપવો નહીં., ટુંકા ગાળા માટે યુવક-યુવતી (કપલ) નેરૂમ આપવી નહીં., તરુણ વયની કે છાત્રાઓને રૂમ આપવી નહીં., હોટલમાં જુગાર, દારૂ, ડ્રગ્સ, માનવ વાટાઘાટ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવા દેવી નહીં., ગ્રાહકોની ખોટી માહિતી છુપાવવી કે કાગળમાં હેરાફેરી કરવી નહીં., સીસીટીવી કેમેરા બંધ રાખવા કે રેકોર્ડિંગ ડિલીટ કરવી નહીં., પોલીસની પૂર્વમંજુરી વિના મોટા કાર્યક્રમો આયોજીત કરવા નહીં., સુરતના લોકલ યુવક-યુવતીઓને ઉમરની ખરાઈ કર્યા વિના રૂમ ભાડે આપવા નહીં., હોટલનાં રૂમમાં તથા બાથરુમમાં સ્પાય કેમેરા લગાવેલા હશે તો હોટલ સંચાલકની જવાબદારી રહેશે. અને સ્પાય કેમેરા લગાવેલા છે તે માલુમ પડશે તો આપના વિરુધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *