સુરતના અડાજણ વિસ્તારમાં વોર્ડ નંબર 11 માં ઝપાઝપી

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં વોર્ડ નંબર 11 માં ઝપાઝપી
ભાજપ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરતના અડાજણ વિસ્તારમાં વોર્ડ નંબર 11 માં ભાજપ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિરોધ કરાયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરતના વોર્ડ નંબર 11 માં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગોરાટ હનુમાન મંદિરના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે મંદિરની બાજુમાં વીધર્મીઓને મકાન ફાળવાયા છે. અને ભાજપના ઉમેદવારો પ્રચાર માટે હનુમાન મંદિરે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ પ્રશ્નો કર્યા હતા અને બોલા ચાલી એટલી હદે વણસી કે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. ભાજપના ઉમેદવારો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યા છે. તો મહિલાઓએ ભાજપના ઉમેદવારો વિશે ગંભીર આક્ષેપો કર્યા હતાં. તો ઘટના વણસી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અને પોલીસે મધ્યસ્થી કરી આખો મામલો થાળે પાડ્યો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *