સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે લિંબાયતમાં વધુ એક આગ
લિંબાયત કમરૂ નગરમાં શોર્ટ સર્કીટને લઈ લાગેલી આગની ભયાવહ જ્વાળાઓ
આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે લિંબાયત કમરૂ નગરમાં શોર્ટ સર્કીટને લઈ લાગેલી આગની ભયાવહ જ્વાળાઓથી સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતમાં રોજેરોજ આગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં આગની ઘટના બની હતી. લિંબાયતના કમરૂનગર પાસે ઈલેક્ટ્રીક મીટર બોક્સમાં આગ લાગતા આખા વિસ્તારમાં ભય જોવા મળ્યો હતો. અને આગને લઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આગમાં પાર્કિંગમાં મુકેલ ફર્નિચર બળી જતા આગની જ્વાળાઓ જોવા મળી હતી. તો બનાવની જાણ થતા ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
