દાહોદમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું
કેટલીક જગ્યા શેડ ઉડ્યા, સંખ્યાબંધ વૃક્ષો ધરાશાહી
દાહોદ રેલવે હોસ્પિટલ પર વાવાઝોડાની અસર
45 મિનિટ સુધી વાવાઝોડું ચાલ્યું
દાહોદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો.દાહોદમાં 27 કી.મી ઝડપે પવન ફુકાતા મકાનોના પતરા ઉડયા હતા.
છેલ્લા બે દિવસથી દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના વચ્ચે હવામાનમાં નાટકીય પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી બે દિવસની કમોસમી વરસાદની આગાહીના પગલે જિલ્લાના વાતાવરણમાં પરિવર્તનની શરૂઆત થઈ હતી. ત્યારે દાહોદમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. 45 મિનિટ સુધી વાવાઝોડું ચાલ્યું હતું. કેટલીક જગ્યા શેડ ઉડ્યા, સંખ્યાબંધ વૃક્ષો ધરાશાહી થયા હતા. ભારે પવનના કારણે ગ્રામીણ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. દાહોદ રેલવે હોસ્પિટલ પર વાવાઝોડાની અસર જોવા મળી હતી. હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં સર્જાતા હાશકારો અનુભવાયો હતો.