સુરત કાપોદ્રા પોલીસ મથકની હદમાં છેડતી
તકનો લાભ લઈ ઘરમાં જઈ મહિલાની છેડતી
નરાધમને ગણતરીના કલાકોમાં કાપોદ્રા પોલીસની ટીમે ઝડપી પાડ્યો
સુરત કાપોદ્રા પોલીસ મથકની હદમાં મહિલા ઘરે એકલી હોય જે તકનો લાભ લઈ ઘરમાં જઈ મહિલાની છેડતી કરનાર નરાધમ ને ગણતરીના કલાકોમાં કાપોદ્રા પોલીસની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 23મી મેના રોજ સાંજના સમયે ફરિયાદી મહિલા પોતાના ભાડાના મકાનમાં હતા તે સમયે મકાનનું ભાડુ ઉઘરાવતા મુકેશ ખોડાભાઈ સીતાપરા તેઓના ઘરે ગયો હતો તે સમયે મહિલાની એકલતાનો વાભ લઈ નરાધમ મુકેશ ખોડા સીતાપરાએ મહિલાનો હાથ પકડી ગળે લગાવી શરીરના અન્ય ભાગે સ્પર્શ કરી છેડતી કરી હતી. આ અંગે મહિલાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને કાપોદ્રા પોલીસ મથકના સેકન્ડ પી.આઈ. એમ.આર. સોલંકી તથા પી.એસ.આઈ. એમ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી મહિલાની એકલતાનો લાભ લઈ છેડતી કરનાર નરાધમ મુકેશ ખોડા સીતાપરાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.